Download Now Banner

This browser does not support the video element.

ઉધના: સુરતના પાંડેસરા તેરે નામ મિલન પોઇન્ટ રોડ પર ભારે ટ્રાફિક જામ:વાહનચાલકો પરેશાન

Udhna, Surat | Aug 25, 2025
સુરત શહેરના પાંડેસરામાં આવેલા 'તેરે નામ મિલન પોઇન્ટ' રોડ પર સાંજના સમયે ભારે ટ્રાફિક જામ થતાં વાહનચાલકો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ટ્રાફિક જામનું મુખ્ય કારણ રોડ પર ગેરકાયદેસર રીતે ઊભી રહેતી શાકભાજીની લારીઓ છે.પાંડેસરા વિસ્તાર ઔદ્યોગિક હોવાથી સાંજના સમયે મોટી સંખ્યામાં નોકરીયાત વર્ગના લોકો અહીંથી પસાર થાય છે. પરંતુ, બરાબર આ જ સમયે રોડ પર ગેરકાયદેસર રીતે શાકભાજીની લારીઓ ગોઠવાઈ જાય છે.
Read More News
T & CPrivacy PolicyContact Us