ગાંધીનગર શહેરમાં રખડતા પશુઓને પકડવાની કામગીરી કરતી જી.એમ.સી.ની ઢોર પાર્ટી પર હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. SRP પોલીસ એસ્કોર્ટ હોવા છતાં પાંજરાવાળા ટ્રેક્ટરમાં ભરેલા ત્રણ પશુઓને ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા બળજબરીપૂર્વક છોડાવી જવામાં આવતા સેકટર -21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.