ગુજરાત રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સ્થિત પી.ડબલ્યુ.ડી. કોલોનીના ક્રાંતિનગર યુવા મિત્ર મંડળ દ્વારા આયોજિત, સાર્વજનિક ગણેશ મહોત્સવમા 'ઓપરેશન સિંદુર' ની થીમ આધારિત શણગાર સજાવવામા આવ્યો છે'.'રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે હંમેશા દેશસેવા માટે તત્પર રહેવુ, એ જ આપણી સૌથી મોટી તાકાત છે' તેવો સંદેશ આ ગણેશ પંડાળ દ્વારા આપવામા આવી રહ્યો છે