વંથલી શહેર ખાતે ગણેશ ચતુર્થી નિમિતે અલગ અલગ સ્થળોએ સ્થાપના કરેલ ગરવા ગણેશજીની મૂર્તિઓનું આજે વિસર્જન કરાયું છે.શહેરના મુખ્યમાર્ગો પર એકી સાથે ડી.જેના તાલે અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગણપતિ બાપા મોરિયા ના નાદ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. પટેલ ચોક,આઝાદ ચોક મેમણ પ્લાઝા ચોક સહિતના વિસ્તારોમાં શોભાયાત્રા ફરી હતી.