આ સ્પર્ધાનો મુખ્ય હેતુ હતો સમાજમાં ટેક હોમ રાશન, મિલેટ અને સરગવા જેવા પૌષ્ટિક ખાદ્ય પદાર્થોના મહત્ત્વ વિશે જાગૃતિ ફેલાવવી અને તેનો યોગ્ય ઉપયોગ શીખવવો. સ્પર્ધામાં ભાગ લેનાર બહેનોએ પોતાની સર્જનાત્મકતા દર્શાવતી અવનવી, સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપૂર વાનગીઓ રજૂ કરી, જેમાં મિલેટ અને સરગવાનો નવીન ઉપયોગ ખાસ નોંધપાત્ર રહ્યો. આ વાનગીઓએ માત્ર સ્વાદ જ નહીં, પરંતુ સ્વાસ્થ્યલક્ષી ખોરાકનું મહત્ત્વ પણ રજૂ કર્યું.