ગોધરાના સિગ્નલ ફળીયા વિસ્તારમાં રિક્ષા મૂકવા જેવી નજીવી બાબતે થયેલા ઝગડામાં ત્રણ ઈસમોએ એક વ્યક્તિ પર હુમલો કર્યો. અબુ બકર મસ્જિદ પાસે રહેતા યુનુસ મોહમ્મદ હનીફ મેંદાએ ફરિયાદ નોંધાવી કે તેમના ઘરે બહાર રિક્ષા પાર્ક કરવાથી વસીમ હુસૈન મેંદા ઉશ્કેરાઈ ગયો અને અપશબ્દો બોલીને લાકડી વડે તેમના માથા પાછળ ઘા કર્યો. હુસૈન યુસુફ મેંદાએ કપાળ પર લાકડી મારી ઈજા પહોંચાડી અને ફાઇઝા હુસૈન મેંદાએ ગડદા પાટુનો માર કર્યો. ઘટનાને લઈ ત્રણેય સામે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમ