અંબાજી મંદિર ખાતે સતલાસણા તાલુકા પત્રકાર પરિષદ દ્વારા આજરોજ ધજા ચડાવવામાં આવી હતી મહેસાણા વિસનગર સતલાસણા માર્ગ પર ભાદરવી પૂનમના મેળા દરમ્યાન 12 થી 15 લાખ જેટલા પદયાત્રીઓ પસાર થાય છે આ બધા પદયાત્રીઓ સુખરૂપે માતાજીના દર્શન કરી પોતાના ઘરે પહોંચી જાય એ માટે પત્રકાર પરિષદ દ્વારા ધજા ચઢાવવામાં આવે છે સતલાસણા તાલુકા પત્રકાર પરિષદના આઠ પત્રકારો મળીને અંબાજી મંદિર ખાતે મંદિરના શિખર પર હાજર ધજા ચડાવી હતી અને સૌની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી હતી