નવસારી શહેરના વિજલપોર વિસ્તારમાં આવેલી નીરવ સ્કવેર એપાર્ટમેન્ટમાં આજે સવારે દુર્ઘટના સર્જાઈ હતી. અનમેન્ટેન લિફ્ટમાં 5 વર્ષીય વિપુલ બારૈયો ફસાઈ જતાં પરિવારજનોએ ચિંતા અનુભવી હતી. તાત્કાલિક ફાયર બ્રિગેડના જવાનોએ મહામહેનત બાદ બાળકને બહાર કાઢ્યો અને સિવિલ હોસ્પિટલ ખસેડ્યો, પરંતુ ફરજ પરના ડોક્ટરોએ તપાસ બાદ મૃત જાહેર કર્યો. પ્રાથમિક તારણ મુજબ લિફ્ટનું યોગ્ય મેન્ટેનન્સ ન થવાને કારણે આ દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે.