બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર આજરોજ શનિવારના સવારમાં 8:00 વાગે થી લઈને સાંજ સુધીમાં સરહદી પંથકના ખીમાણાપાદર નાળોદર આછુંવા ગોલગામ સરદારપુરા ભાખરી બુકણા વગેરે ગામોની મુલાકાત લઈને લોકોને વ્યથા સાંભળી હતી અને જરૂરી મદદનો વિશ્વાસ આપ્યો હતો ખેતીને ભારે નુકસાન થયું છે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે પરિવારો મુશ્કેલીમાં છે આ કપરા સમયમાં તમામ પ્રભાવિત પરિવારોને ધીરજ રાખવા સાંસદે વિનંતી કરી હતી.