મોટા વરાછામાં ગણેશ પંડાલમાં થયેલી મારામારી ની ઘટના અંગે એસીપી ડી.એસ.પટેલે જણાવ્યું કે,બનાવ 4 અને 5 સપ્ટેમ્બરે બન્યો.સુદામા કા રાજા ગણેશ પંડાલ માં ઘટના બની.પાટીદાર સમાજના અગ્રણીઓએ કાર્યક્રમનું આયોજન કર્યું.કાર્યક્રમમાં અલ્પેશ કથીરીયા ને આયોજકોએ આમંત્રણ આપ્યું.ગણેશ પંડાલ માં પાટીદાર કા રાજા અને સુદામા કા રાજા મંડળ ના સભ્યો હાજર હતા.દરમ્યાન કોઈક બાબતે બંને પક્ષના લોકો વચ્ચે વાંધો પડ્યો હતો.જે દરમ્યાન બંને પક્ષના લોકો વચ્ચે છૂટાહાથની મારામારી થઈ હતી.