ડેડીયાપાડા ના વિસ્તારો ના ગામડાઓ જેવા કે પીપલોદ, વાઘ ઉમર, સાંકડી, ગીચડ જેવા ગામો માંથી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. જેઓ આર્થિક રીતે સક્ષમ નથી તેમ છતાં વાલીઓ પોતાના સંતાનોને ગમે તે ભોગે અભ્યાસ કરાવી રહ્યા છે. કેટલાક વાલીઓ પોતાના બાળકોને મજબૂરી એ ખાનગી વાહનોમાં ભીડનો ભાગ બનાવીને શાળામાં મોકલવા મજબૂર બન્યા છે. ત્યારે શાળાના અસંખ્ય વિદ્યાર્થીઓ ટ્રાન્સપોર્ટેશન ની સુવિધાના અભાવે 8 કિ.મી.થી લઇને 10 કિ.મી. સુધી પગપાળા ચાલીને શાળાએ આવવા જવા મજબૂર બન્ય