સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોરાસામાં સગર્ભા માતાઓ માટે નિદાન કેમ્પ યોજાયો હતો. માળિયાહાટીના તાલુકામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જૂનાગઢ અને તાલુકા હેલ્થ ઓફિસર માળિયા ડો.ડાભીના માર્ગદર્શન હેઠળ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોરાસામાં સગર્ભા માતાઓ માટે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.