બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ના PI એસ.આર.ખરાડી દ્વારા મારામારીના અનેક ગુન્હાઓમાં સંડોવાયેલ ચિરાગભાઇ રામજીભાઇ ચાવડા રહે.બોટાદ વાળા વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા બોટાદ જીલ્લા મેજીસ્ટ્રેટ જીન્સી રોય એ દરખાસ્ત મંજુર કરી પાસા અટકાયત વોરંટ ઇસ્યુ કરતા બોટાદ LCB ના PI એ.જી.સોલંકી તથા LCB સ્ટાફ દ્વારા ચિરાગભાઇ રામજીભાઇ ચાવડા ની અટક કરી પાસા વોરંટની બજવણી કરી આરોપીને લાજપોર (સુરત) મધ્યસ્થજેલ ખાતે મોકલી આપેલ છે.