ભારતીય જનતા પાર્ટીની સરકાર હેઠળ પાદરા તાલુકામાં સતત વિકાસના કાર્યો થઈ રહ્યા છે. તે જ અનુસંધાને પાદરા વિધાનસભાના વડુ ખાતે રણુવાળી કાચી નહેરથી ધોબીકુવા હરણમાળને જોડતા નવા માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ માર્ગના નિર્માણ માટે અંદાજીત રૂ. 1.50 કરોડનો ખર્ચ થવાનો છે. ખાતમુહૂર્ત વિધિ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવી હતી. આ પ્રસંગે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો, ગ્રામ્ય આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.