પાટણ શહેરના નવાગંજ સામે હાઇવે પર આવેલી જય જલારામ રેસ્ટોરન્ટમાં ચોરીની ઘટના સામે આવી છે. રેસ્ટોરન્ટના કારીગરે કાઉન્ટરમાંથી રોકડ રકમ અને માલિકનું બાઈક લઈને ફરાર થઈ ગયો છે.13 જુલાઈના રોજ કાઉન્ટરમાંથી પૈસા ગાયબ થયા હતા. માલિકે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. ફૂટેજમાં જોવા મળ્યું કે 15 દિવસ પહેલા જ નોકરીએ રાખેલો કારીગર સવારે 6:30થી 6:45 દરમિયાન કાઉન્ટરમાંથી 35,500 રૂપિયા રોકડા અને માલિકનું 35,000 રૂપિયાની કિંમતનું બાઈક લઈને ફરાર થઈ ગયો હતો.