ગાંધીનગર શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સવારે ઘન ધુમ્મસ છવાયું હતું. ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ખૂબ ઓછી થઈ ગઈ, જેના કારણે વાહનચાલકોને રોકાઈને ચાલવું પડ્યું. ખાસ કરીને શાહપુર વિસ્તારની સાબરમતી નદી અને સંત સરોવર ડેમની આસપાસ ધુમ્મસ વધુ જોવા મળ્યું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા ધુમ્મસની અસર વધુ જોવા મળી છે. શહેરના મુખ્ય રસ્તાઓ અને ગ્રામ્ય માર્ગો પર વાહનો ધીમી ગતિએ ચલાવવામાં આવતા ટ્રાફિકમાં વિઘ્ન ઉભું થયું.