મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ગાંધીનગર ખાતેથી રૂ. ૩૭.૪૮ કરોડના ખર્ચે ૨૩૩ આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં મંત્રીશ્રીના હસ્તે રૂ. ૨૦.૨૩ કરોડના ખર્ચે પરંપરાગત પદ્ધતિથી બનેલી ૯૯ આંગણવાડી, ૧ ઘટક કચેરી, ૧ સેજા કચેરીનું લોકાર્પણ તથા ૬૫ આંગણવાડી કેંદ્રોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે.