આજે તારીખ 28/08/2025 ગુરુવારના રોજ બપોરે 3 કલાકે ઝાલોદ તાલુકામાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અન્વયે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત બાજરવાડા ગામના સરપંચ સંગાડા જગુભાઈ રામજીભાઈ દ્વારા નિક્ષય પોષણ કીટ વિતરણ કરવામાં આવી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ તેમજ જિલ્લા ક્ષય અધિકારી તેમજ તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ બાજરવાડા ગામ ના સરપંચ સંગાડા જગુભાઈ રામજીભાઈ દ્વારા 8 ટીબી દર્દી ને પોષણ કીટ વિતરણ કરવામાં આવી.