કમિશનર ડો. એચ. જી. કોશિયાના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યનાં નાગરિકોને સલામતને સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટિબદ્ધ છે અને રાજ્યમાં ભેળસેળ યુક્ત કે ડુપ્લીકેટ ખોરાક બનાવનાર ઇસમો વિરૂદ્ધ તંત્ર કડક કાયદાકીય કાર્યવાહી કરી રહ્યું છે.વધુમાં કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે, ગત ઓગસ્ટ માસ દરમ્યાન રાજ્યમાં અલગ અલગ ૧૦ જગ્યાએ રેડ કરી ૨૮ નમુના લેવામાં આવ્યો હતો. આ નમૂના પૈકી અંદાજિત ૪૬ ટન જેટલો શંકાસ્પદ ખાદ્યપદાર્થ જપ્ત કર્યો