રાધનપુર-ભાભર હાઇવે પર મસાલી રોડ પર 17 સપ્ટેમ્બર રોજ સાંજે હાઇવે પરની ખુલ્લી ગટરમાં પડી જવાથી નર્મદાબેન બિપિનભાઈ પ્રજાપતિ રે. સરસ્વતિ સોસાયટી, રાધનપુરવાળાનું મોત થયાની ઘટનાની તપાસ કરતી પોલીસે હાઇવે પરનાં સી.સી.ટી.વી. ફુટેજની તપાસ કરતાં તેમાં આ નર્મદાબેન રોડ ક્રોસ કરતા હતા ત્યારે એક રીક્ષાએ તેમને ટકકર મારતાં તેમને માથામાં હેમરેજ અને શરીરે નાની મોટી ઈજાઓ થતાં તેમનું મોત નિપજયુ હોવાનું પ્રકાશમાં આવતાં પોલીસે મૃતક નર્મદાબેનનાં પુત્રની ફરિયાદ નોંધી છે.