આજે તારીખ 30/08/2025 શનિવારના રોજ સાંજે 4 કલાકે વિસામાની અંદર ગણેશ સ્થાપના કરાતા માઈ ભક્તોને આરતી પૂજાનો સુંદર લ્હાવો મળ્યો.ઝાલોદ મુવાડા ( ઝાલા વસૈયા ચોક) ખાતે જય અંબે મિત્ર મંડળ તેમજ શ્રી રામદેવજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે વિસામાનુ આયોજન કરેલ છે. જય અંબે મિત્ર મંડળના યુવાનો દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે ચા-નાસ્તો-મહાપ્રસાદી-આવશ્યક દવા તેમજ થાકી ગયેલ પદયાત્રીઓ માટે આરામ કરવા માટેની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે.