મોરબીના નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે. એમાંય લાલપર પાસે હાઈવે પર મસમોટા ખાડા પડી ગયા છે. મુખ્ય હાઈવે પર જ ખાડા પડી ગયા હોય અહીંથી પસાર થતાં હજારો વાહનચાલકોને દરરોજ હેરાનગતિ ભોગવવી પડી રહી છે. હાલ ચોમાસાની સિઝન ચાલુ હોય વરસાદ પડે ત્યારે ખાડામાં પાણી ભરાય જાય છે અને વાહનચાલકોને ખાડા દેખાતા નથી જેથી અકસ્માતનો ભય પણ ઉભો થયો છે.