રાજકોટના વીરપુર પાસે પીઠડીયા ટોલ પ્લાઝાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલ નેઇમ પ્લેટ સાથેની GJ18 BJ 3737 નંબરની ઇનોવા કાર ચાલક રોફ જમાવતો નજરે પડ્યો હતો. ઇનોવા કાર ટોલનાકામાં પહોંચે એ પહેલા ડ્રાઇવર સાયરન વગાડીને રોફ જમાવતો નજરે પડે છે. આ કારમાં GOVT.OF GUJARAT લખેલ છે. જ્યાં ટોલ ટેક્ષ ભર્યા વિના જ ટોલ પ્લાઝાના કર્મીને ધમકી આપી બૂમ બેરિયર તોડીને કાર ચાલક કાર હંકારી નાશી છૂટે છે.