સમગ્ર ગુજરાત સહિત સાબરકાંઠા, બનાસકાંઠા,અરવલ્લી, મહેસાણા સહિત વિસ્તારમાં ભારે વરસાદ ને લઈને ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા સંત સરોવર ડેમમાં પાણી આવક વધુ થઈ છે. સંત સરોવરની મળેલી માહિતી મુજબ સાંજે ૦૭:૦૦ કલાક સુધીમાં કુલ ૨૭૦૦૦ ક્યુસેક પાણીની આવક તથા ૨૫૫૯૫ ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે, હાલ સંત સરોવરની સપાટી ૫૧.૬૦ મીટર નોંધવામાં આવેલ છે, તથા સંત સરોવરના તમામ ૨૧ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.