તિલકવાડા તાલુકાના પહાડ ગામ નજીક અશ્વિન નદી પર થોડા વર્ષો પહેલા નવો બ્રિજ બનાવવામાં આવ્યો હતો. પરંતુ બ્રિજ બન્યા બાદ વારંવાર બ્રિજની આસ પાસના વિસ્તારમાં માટીનું ધોવાણ થાય છે આ વિસ્તારમાં અવારનવાર અકસ્માત સર્જાય છે. સ્થાનિકો દ્વારા આ સમસ્યાની રજૂઆત કરતા સંકલન સમિતિની બેઠકમાં સંરક્ષણ દિવાલની કામગીરી મંજૂર કરવામાં આવી હતી પરંતુ કામગીરી ધીમી ગતિએ અને તકલાદી કામગીરી થતી હોવાથી ગમોદ ગ્રામ પંચાયત સરપંચ વિપુલ બારીયાએ આક્ષેપ લગાવ્યો હતો