બીલીમોરા સ્ટેશન રોડ સ્થિત લાલ વાવટા ગલીના જાણીતા એકતા યુવક મંડળ દ્વારા ગણેશોત્સવ નિમિત્તે રવિવારે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. બીલીમોરા એનએમપી બ્લડ બેંક અને ગણદેવી તાલુકા પત્રકાર સંઘના સહયોગથી યોજાયેલી આ શિબિરમાં વરસાદ વચ્ચે પણ ૨૩૯ રક્તદાતાઓએ ભાગ લઈ માનવતા અને સેવાભાવની સુગંધ પ્રસરાવી હતી.