આર.ટી.ઓ વડોદરા કચેરી દ્વારા ટુ-વ્હીલર વાહનોના પસંદગીના ગોલ્ડન અને સીલ્વર નંબરની ફાળવણી માટે તથા અન્ય સીલેક્ટેડ નંબરો માટે ઓનલાઇન ઈ ઓક્શન શરૂ કરવામાં આવેલ છે. ટુ-વ્હીલર માટેની નવી સીરીઝ જીજે 06એસજે ના નંબરો માટે ઇચ્છુક માલિકો તેમના વાહનોનું રજીસ્ટ્રેશન વાહન પરિવહન વેબસાઇટ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી ઈ ઓક્શનમાં ભાગ લઇ શકશે. તા.27 થી તા. 29 ઓગષ્ટ સુધીમાં ઈ ઓક્શન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.