અચ્છારી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી ઓરિયેન્ટલ ઇલેકોનેકટ સોલ્યુશનસ કંપનીએ પંચાયત કચેરીમાં જરૂરી દસ્તાવેજો જમા ન કરાતા પંચાયત હરકતમાં આવી છે. પંચાયત દ્વારા કંપનીની નોંધણી અને આકારણી માટે જરૂરી 14 દસ્તાવેજો તાત્કાલિક જમા કરાવવા નોટિસ ફટકારવામાં આવી છે.