ગોધરા શહેરમાં બપોર બાદ વીજળીના કડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. લગભગ બે કલાક પડેલા ધોધમાર વરસાદથી શહેરમાં અંદાજે બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે સ્ટેશન રોડ, કોટ નાકા સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું હતું. વાહન વ્યવહાર ખોરવાયો હતો અને ઘર-દુકાનોમાં પાણી ઘૂસી જતા નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન આવનારા ગણેશોત્સવને પગલે પંડાલોની સજાવટ તથા સુવિધાઓને નુકસાન થવાની શક્ય