સુરત શહેરના વિયરકમ કોઝવે પાસે એક દુઃખદ ઘટના બનતા બચી ગઈ, જ્યાં એક અજાણી મહિલાએ તાપી નદીમાં કૂદકો માર્યો હતો. જોકે, આસપાસ હાજર માછીમારો, ફાયર બ્રિગેડ અને પોલીસની સમયસરની કાર્યવાહીથી તેનો જીવ બચાવી લેવાયો હતો.સાંજના સમયે વિયરકમ કોઝવે સાઇટ પાસે એક મહિલાએ અચાનક નદીમાં ઝંપલાવ્યું હતું. આ ઘટના જોતા જ નજીકમાં માછીમારી કરી રહેલા સ્થાનિક માછીમારો તાત્કાલિક પોતાની બોટ લઈને તેની પાસે પહોંચી ગયા હતા.