ચોમાસાનો વરસાદ હવે લગભગ પૂર્ણ થયો છે ત્યારે મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખાએ ગેરકાયદે દબાણો હટાવવા માટે બુલડોઝર બહાર કાઢયા છે. આજે નાના મવા રોડ પર માર્જીનની જગ્યામાં દુકાન ખડકવાના પ્રયાસ વચ્ચે ડિમોલીશન કરાયું હતું તો ટીઆરપી ગેમ ઝોન સામેના ભાગમાં કોર્પો.ના પ્લોટમાંથી ઝુંપડા, લક્ષ્મીનગર અને નાના મવા રોડ પરથી પણ ગેરકાયદે દબાણો તોડી 94 કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.