રાજકોટ: શહેરના કોઠારિયા રોલેક્સ રોડ પર આજે રાત્રિના સમયે એક ચાલતી બાઈકમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે, બાઈક ચાલક સમયસર નીચે ઉતરી જતા કોઈ જાનહાનિ થઈ નથી. મળતી માહિતી મુજબ, એક યુવક પોતાની બાઈક લઈને કોઠારિયા રોલેક્સ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન, અચાનક બાઈકના એન્જિનમાંથી ધુમાડા નીકળવા લાગ્યા અને જોતજોતામાં આગની જ્વાળાઓ ફાટી નીકળી હતી. આ ઘટનાથી ગભરાઈને યુવકે તરત જ બાઈક રોડની બાજુમાં ઉભી રાખીને પોતાનો જીવ બચાવ્યો હતો.