સુરત શહેરના સચિન પાલી ગામમાં રહેતા પરેશ પાસવાનના એક વર્ષના બાળક ગણેશ પાસવાનનું તાવ અને શ્વાસ લેવામાં તકલીફ થતાં મોત થયું છે. બિહારના વતની અને ડાઈન મીલમાં કામ કરતા પરેશ પાસવાનનો પરિવાર છેલ્લા કેટલાક વર્ષોથી સુરતમાં સ્થાયી થયો છે. બાળકની તબિયત બગડતાં પહેલા તેને સ્થાનિક ક્લિનિકમાં સારવાર આપવામાં આવી હતી. જોકે, તબિયત વધુ લથડતાં તેને નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.