ગોધરા તાલુકાના કાંકણપુર ગામને નવો તાલુકો જાહેર કરવાની માંગણી ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ રજૂ થઈ છે. કાંકણપુર પશ્ચિમ વિસ્તારનું મોટું શૈક્ષણિક અને વ્યાપારી કેન્દ્ર છે, જેમાં પ્રાથમિકથી કોલેજ સુધીની સંસ્થાઓ, આરોગ્ય કેન્દ્ર, પોલીસ સ્ટેશન, બેંકો અને મોટું બજાર ઉપલબ્ધ છે. ગામને ગોધરા-અમદાવાદ અને ઇન્દોર-અમદાવાદ હાઇવે સાથે ઉત્તમ જોડાણ છે. આસપાસના ગામોના લોકો વહીવટી તથા શૈક્ષણિક કામો માટે ગોધરા જવુ પડે છે.