લાલબાગ બ્રિજ પરની અકસ્માત ની વિચિત્ર ઘટના સામે આવી છે.તેજ રફતાર એક યુવકને મોતના મુખમાં ધકેલી ગઈ છે.બ્રિજ પરથી નીચે પડતા બુલેટના ચાલકનું કરૂણ મોત નીપજ્યું છે.લાલબાગ બ્રિજનો વળાંક માણેજાના યુવાન માટે જીવલેણ સાબિત થયો હતો.મૃતક પ્રમોદકુમાર રોહિણીપ્રસાદ સેન ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો.બુલટેની સ્પીડ વધારે હોવાથી બ્રિજના ટર્નિગ વખતે અચાનક બુલેટ ડાબી બાજુની રેલિંગ સાથે અથડાઈ હતી જેના કારણે આ યુવક બ્રિજ નીચે પટકાયો હતો અને તેનું મોત નિપજ્યું હતું.