વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મનાલા ગામ નજીક ખાડીના ધસમસતા પાણીમાં બે બાઇક સવાર યુવકો તણાઈ ગયા હતા. કોઝવે પર ફરી વળેલા પાણીમાંથી પસાર થવાનો તેઓએ જીવને જોખમમાં મૂકી પ્રયાસ કર્યો હતો, પરંતુ અધવચ્ચે પહોંચતા બાઇક સાથે બંને યુવકો પાણીમાં તણાઈ ગયા. ઘટનાના સમયે ત્યાં હાજર સ્થાનિકોએ પોતાની જાનનું જોખમ લઈને તરત જ બચાવ કામગીરી હાથ ધરી બંનેને સલામત બહાર કાઢ્યા હતા.