બોડેલીના એમ.ડી.આઇ પ્રાથમિક શાળા અને ખત્રી વિદ્યાલયમાં સ્વશાસન દિનની ઉજવણી કરવામાં આવી. જેમાં પ્રાથમિક વિભાગ માંથી 230 વિદ્યાર્થીઓ અને માધ્યમિક વિભાગ માંથી 85 કુલ 315 વિદ્યાર્થીઓએ શિક્ષકની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. શાળાની L.R ધોરણ 12 ની વિદ્યાર્થીની ખત્રી સાનિયા વસીમભાઈએ આચાર્ય તરીકેની અને શાળાના GS ઠાકોર અયાન મુન્તાજીર એહમદ એ સુપરવાઇઝર તરીકેની ભૂમિકા ભજવી હતી.