ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા આજરોજ સિવિલ ડીફેન્સ મોકડ્રીલનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી હતી. જે અન્વ્યે નવસારી જિલ્લા સહિત ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં "ઓપરેશન શિલ્ડ" મોકડ્રિલ યોજાઇ હતી. "ઓપરેશન શિલ્ડ" અંતર્ગત મોકડ્રિલનો આ પ્રથમ તબક્કો હતો. બીજા તબક્કામાં સાંજે ૮.૦૦થી ૦૮:૩૦ કલાક સુધી નાગરિકો દ્વારા સ્વયંભૂ અંધારપટ (બ્લેક આઉટ) કરવાનું આયોજન હતું.