This browser does not support the video element.
ધારી: ધારીનાં પુર્વ ધારાસભ્ય નલીન કોટડીયા, તત્કાલિન એસ.પી. જગદીશ પટેલ સહિત ૧૪ ને બીટકોઈન પ્રકરણમાં આજીવન કેદ
Dhari, Amreli | Aug 29, 2025
ધારીના પુર્વ ધારાસભ્ય નલીન કોટડીયા તથા અમરેલીના પુર્વ એસ.પી. આઈ.પી.એસ. જગદીશ પટેલ, પુર્વપી. આઈ. અનંત પટેલ, સી.બી.આઈ. ઈન્સ્પેકટર સુનિલ નાયર, કિરીટ પાલડીયા, કેતન પટેલ, અને અમરેલી ક્રાઈમ બ્રાન્ચના ૯ પોલિસ કર્મચારીઓ મળી ૧૪ ને અમદાવાદ સીટી સેશન્સ કોર્ટે દોષિત ઠેરવી ૧૪ ને આજીવન કેદની સજા કરતા રાજયના પોલિસ બેડામાં, રાજકીય વર્તુળોમાં સન્નાટો છવાયો છે. શૈલેષ ભટ નામના શખ્સનું અપહરણ કરી ઉપરોકત તમામે ૩૨ કરોડની ખંડણી માંગી ૨૦૦ બીટકોઈન પડાવ્યા હતા.