ગુરુવારે રાત્રે 8 વાગ્યે નાનાપોંઢાથી થોડે આગળ તોરણવેરા ફળિયા પાસે ચાલતા જઈ રહેલા શંકરભાઈ વેસ્તાભાઈ પટેલને કાર નંબર GJ 15 CL 7306 ના ચાલકે અડફેટે લઈને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થયો હતો, પરંતુ સ્થાનિકોએ તેનો પીછો કરી પાર નદી ચેક પોસ્ટ પાસેથી ઝડપી લીધો હતો.