જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં રહેતા ચનાભાઇ સાજણભાઈ ગરચર નામના ૫૫ વર્ષના રબારી જ્ઞાતિના આઘેડ કે જેઓના પશુઓ નદી કાંઠે ચરતા હતા, જેઓને પરત લેવા માટે ગયા હતા. તે દરમિયાન અકસ્માતે નદીમાં પડી જતાં ડૂબી જવાના કારણે તેનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે હીરીબેન ચનાભાઈએ પોલીસને જાણ કરતાં જામજોધપુરના એ.એસ.આઇ.એલ.આર. ચાવડા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી સમગ્ર બનાવ મામલે વધૂ તપાસ હાથ ધરી છે