આજે તારીખ 04/09/2025ના રોજ મળેલી માહિતી મુજબ ગતરોજ રાત્રિના 9 વાગ્યા સુધીમાં ઝાલોદ પોલિસ દ્વારા આગામી દિવસમાં નગરમાં આવનાર ઈદેમીલાદ અને ગણેશ વિસર્જન અંતર્ગત નગરના દરેક માર્ગો પર વરસાદની વચ્ચે વાહનો સાથે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નગરમાં વાહન દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવેલ હતું. આ પેટ્રોલીંગ ડી.વાય.એસ.પી ડી.આર.પટેલ દ્વારા પી.આઈ રવિ ગામીત, પીએસઆઇ સી.કે.સીસોદીયા ,પી.એસ.આઈ આર.વી.રાઠોડ તેમજ પોલિસ સ્ટાફને સાથે રાખી યોજવામાં આવી હતી.