શામળાજી નજીક મેશ્વો કિનારે આવેલો પવિત્ર નાગધરો કુંડ ભારે વરસાદ બાદ પાણીમાં ડૂબી ગયો.ભક્ત દ્વારા જણાવ્યુ હતુ કે મેશ્વો નદીમાં વધેલી આવકથી પાણી કુંડમાં ઘુસતા આ ઐતિહાસિક સ્થળ લાંબા સમય બાદ જળમગ્ન થયું. અહીં પિતૃમોક્ષની વિધિ વિધાન થતા હોવાથી ભક્તો માટે વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે.