ધારી તાલુકાના ચલાલામાં એક યુવકને દારૂ પીવાની ના પાડતાં શરીર પર બ્લેડના ઘા માર્યા હતા. જેથી સારવાર અર્થે લઈ જવાયો હતો. શ્યામભાઈ દેવાભાઈ રાઠોડ (ઉ.વ.૩૦)એ જાહેર કર્યા મુજબ, ભોગ બનનારને દારૂ પીવાની ટેવ હતી. જેથી તેમણે દારૂ પીવાની ના પાડતાં ભોગ બનનારે કંટાળી જઈ શરીર પર બ્લેડ મારી દેતાં ઈજા પહોંચતા સારવારમાં દાખલ કરાયા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.