કપરાડાના કુંભ ઘાટ પર બુધવારે બપોરે 3 વાગ્યે ખાડાઓના કારણે એસટી બસ ફસાઈ ગઈ હતી. કપરાડાથી ધરમપુર જઈ રહેલી બસ ઘાટ ઉતરતી હતી ત્યારે રસ્તાના ખાડાઓને કારણે ડ્રાઈવરે બેલેન્સ ગુમાવ્યો હતો. સદનશીબે ડ્રાઈવરની સમયસૂચકતા કારણે બસ ખાબકી જતાં અટકી ગઈ અને બસમાં હાજર 40 મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો.