જૂનાગઢમાં આવતીકાલથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો પ્રશિક્ષણ શિબિર કાર્યક્રમ યોજાશે.જેને લઇ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી.સંગઠન સૃજન અભિયાન અંતર્ગત આણંદ બાદ જૂનાગઢ ખાતે ૧૦ દિવસનો પ્રશિક્ષણ શિબિર કાર્યક્રમ યોજાશે.ભવનાથ તળેટીમાં પ્રેરણાધામ ખાતે રાજ્યના તમામ જીલ્લા અને શહેર પ્રમુખની પ્રશિક્ષણ શિબિર યોજાશે. આવતીકાલે સવારે ઉદ્ઘાટન પ્રસંગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઉપસ્થિત રહેશે.