સુનિલ કનૈયાલાલ નટ્ટ (ઉંમર આશરે ૩૬ વર્ષ) નામના યુવક રાત્રે બસમાંથી ઉતરીને જવાહર નગર વિસ્તારમાં જઈ રહ્યા હતા, ત્યારે અજાણ્યા ત્રણ બાઈક સવારોએ તેમને રોકી લૂંટનો પ્રયાસ કર્યો,દરમિયાન લૂંટારુઓએ સુનિલ પર છરી વડે હુમલો કર્યો હતો,જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો.હુમલા બાદ હુમલાખોરો તાત્કાલિક સ્થળ પરથી ફરાર થઈ ગયા હતાગંભીર ઈજાઓને કારણે સુનિલનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.