ટ્રાયબલ અફેર્સ મંત્રીશ્રી દુર્ગાદાસ ઉઈકે ઉમરપાડા તાલુકાના વાડીગામની સૈનિક શાળાની મુલાકાત લીધી હતી. જેમાં આદિજાતિ વિકાસ, શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર અને બારડોલીના સાસંદશ્રી પ્રભુભાઇ વસાવા જોડાયા હતા. આ મુલાકાત સમયે ટ્રાયબલ અફેર્સ મંત્રીશ્રી દુર્ગાદાસ ઉઈકેએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થી જો એકાગ્રતાથી અભ્યાસ અને કાર્ય કરે તો તે જીવનમાં કોઈપણ પડકારને સરળતાથી પાર કરી શકે છે. એકાગ્રતા એ સફળતાની ચાવી છે, અને જે કાર્યમાં મનની એકાગ્રતા હોય છે