કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા ભાણવડ શહેર ખાતે ચાલી રહેલી નવરાત્રી મહોત્સવ દરમિયાન વિવિધ ગરબા કાર્યક્રમોની મુલાકાત યુવાનો તથા બહેનોએ દર્શાવેલ ઊર્જા, ભક્તિભાવ અને સાંસ્કૃતિક પરંપરાનો તેમણે વિશેષ વખાણ કર્યો હતા આ સાથેજ તેમણે ભાણવડ શહેરના આગેવાનો, કાર્યકર્તાઓ તથા ગરબા આયોજકો સાથે ભેટ કરી શુભેચ્છાઓ પાઠવી હતી શહેરમાં આયોજિત આ ભવ્ય ગરબાઓમાં માનનીય મંત્રીએ સૌને નગરના સર્વાંગી વિકાસ માટે એકતા, ભાઈચારો અને સંસ્કૃતિ જાળવી રાખવા માટે પ્રેરણા આપી હતી.