રાજકોટ શહેરના ગુરુપ્રસાદ ચોક પાસે આવેલી એક મોબાઈલની દુકાનમાં ચોરીની ઘટના બની છે. એક અજાણ્યો શખ્સ દુકાનમાં રાખવામાં આવેલી દાનપેટી ચોરી કરીને રફુચક્કર થઈ ગયો છે.આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસે આ ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે અને આરોપીને પકડવા માટેના પ્રયાસો ચાલુ કર્યા છે.